મેકરફેસ્ટ ઈનોવેશન: ‘આંધળાની લાકડી’ બનશે બેલ્ટ અને ગ્લવ્ઝ!

8 વર્ષ પેહલા
  • કૉપી લિંક
મેકર ફેસ્ટમાં જોવા મળ્યાં અવનવાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ. ત્રણ દિવસ સુધી સેપ્ટમાં ચાલનારા ફેસ્ટમાં રોબોટિક્સ, યુટિલાઇઝિંગ પ્રોડક્ટ્સ અને ફેશન-ફૂડને લગતી વસ્તુઓ જોવા મળી

અમદાવાદ: ‘ધ મેકર ફેસ્ટ 2016’નું આયોજન સેપ્ટમાં 22-24 જાન્યુઆરી દરમિયાન કરાયું છે. જેમાં 150 જેટલાં મેકર્સે ભાગ લીધો છે. આ ઉપરાંત 45 વર્કશોપ્સ યોજવામાં આવ્યાં છે. અવનવાં ઇનોવેશન્સને પ્લેટર્ફોમ આપવા માટે મેકર ફેસ્ટ દર વર્ષે યોજવામાં આવે છે. જેનાં અંતર્ગત આ વર્ષે પણ નવાં ઇનોવેટર્સને પ્લેટર્ફોમ આપવાનાં હેતુથી મેકર્સ ફેસ્ટ યોજાયો છે. જાણીએ યુનિક પ્રોજેક્ટ્સ વિશે.
પ્રજ્ઞાચક્ષુ લોકોને માટે બેલ્ટ અને ગ્લવ્ઝ
અલ્ટ્રા સોનિક સેન્સરથી કામ કરતો આ બેલ્ટને કમર પર પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પહેરી શકે છે. સ્ટીકને બદલે આ બેલ્ટમાં સેન્સર્સ લગાડ્યાં છે. જેથી 350 સેમી સુધીનાં અંતરમાં કોઇપણ વસ્તુઓ આડે આવે ત્યારે બેલ્ટ વ્યક્તિને વાઇબ્રેટરથી જાણ કરે છે. તેમજ ઇયરફોન સાથે કનેક્ટેડ આ બેલ્ટથી કાનમાં મેસેજ પહોંચે છે કે આગળ શું છે. તેમજ બ્રેઇલ ભાષાથી પ્રેરાઇને ઇન્ફ્રારેડ કિરણોથી બ્લેક અને વ્હાઇટ અક્ષરો ઓળખી કાઢે છે, જેનાથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વાંચી શકે છે. - આદિત્ય, સક્ષમ, વંશ અને અંશુ
આગળ વાંચો પોર્ટેબલ ફૂડ કિઓસ્ક, લિકર બોટલમાંથી ઇનોવેટિવ લેમ્પ્સ તૈયાર કર્યાં